તાલાલામાં નાના હનુમાનજી મંદિરમાં સફાઈ અભિયાન સાથે સુંદરકાંડના પાઠ યોજાયા
ગીર સોમનાથ, 31 ડિસેમ્બર (હિ.સ.) : તાલાલા શહેરની સ્થાપના સમયથી બિરાજમાન તાલાલા નગર તથા આજુબાજુના વિસ્તારના આસ્થાના પ્રતિક નાનાં હનુમાનજી મંદિરમાં મારુતિ હનુમાન ચાલીસા ટ્રસ્ટ તથા રામભક્તોના સહયોગથી મંદિર તથા પટાંગણમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી. સફાઈ
તાલાલામાં નાના હનુમાનજી મંદિરમાં સફાઈ અભિયાન સાથે સુંદરકાંડના પાઠ યોજાયા


ગીર સોમનાથ, 31 ડિસેમ્બર (હિ.સ.) : તાલાલા શહેરની સ્થાપના સમયથી બિરાજમાન તાલાલા નગર તથા આજુબાજુના વિસ્તારના આસ્થાના પ્રતિક નાનાં હનુમાનજી મંદિરમાં મારુતિ હનુમાન ચાલીસા ટ્રસ્ટ તથા રામભક્તોના સહયોગથી મંદિર તથા પટાંગણમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી. સફાઈ અભિયાન બાદ સાંજે મંદિરમાં સુંદરકાંડના પાઠનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રામપ્રેમી ભાવિકોએ ઉપસ્થિત રહી ભક્તિરસની મજા માણી હતી.સુંદરકાંડના પાઠ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ ભાવિકોએ સમુહમાં અલ્પાહાર(પ્રસાદી) લીધી હતી. મારુતિ હનુમાન ચાલીસા ટ્રસ્ટ દ્વારા આવનારા દિવસોમાં તાલાલા શહેરના તમામ ધર્માલયોની સંપૂર્ણ સફાઈ કરવામાં આવશે.ધાર્મિક સ્થળોની પવિત્રતા અને સ્વચ્છતા માટે શરૂ થનાર અભિયાનમાં શહેરના વધુમાં વધુ ભાવિકોએ જોડાવવા ટ્રસ્ટ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. તાલાલા શહેરમાં મારુતિ હનુમાન ચાલીસા ટ્રસ્ટ દ્વારા ધર્માલયો તથા આસપાસના વિસ્તાર સાફ-સફાઈ માટે શરૂ થયેલ સેવાયજ્ઞની શહેરમાં સર્વત્ર પ્રશંસા થઈ રહી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande