
ગીર સોમનાથ, 31 ડિસેમ્બર (હિ.સ.) નાતાલ અને 31 ડિસેમ્બરના મીની વેકેશન દરમ્યાન દેશના પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશના ભાવીકોનો મોટો પ્રવાહ ઉમટી પડયો છે. ખાસ કરીને નવા વર્ષના પ્રારંભે ગુજરાત બહારના પરપ્રાંતિય પ્રવાસીઓએ આ મીની વેકેશન ગાળવા સૌરાષ્ટ્રભણી પ્રયાણ કર્યું હોય તેમ દ્વારકા, સોમનાથ અને સાસણગીર સાથે સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓનો મોટો પ્રવાહ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને ભગવાન સોમનાથના દર્શન અને આરતીનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. સોમનાથ મહાદેવના દર્શન માટે ભાવિકોની ભીડ જોવા મળી હતી. ટ્રસ્ટ દ્રારા વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદીરે ભગવાન ભોળાનાથના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય ત્યારે મહાદેવને શીશ ઝુકાવી ધન્ય બને છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ