
ગીર સોમનાથ 31 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામમાં જંગલી પ્રાણીઓનો આતંક વહેલી સવારે 5 વાગ્યે મિતીયાજ ગામના ખેડૂત પોતાના પશુઓના દોહન માટે આવ્યા હતા, ત્યારે જ એક સિંહ અને 3 સિંહણ એ ગાભણ ગાય નું મારણ કરવાનું ચાલુ કરતાં ખેડૂત પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ખેડૂત પરિવાર એ મિતીયાજ ગામના સરપંચ સુરપાલસિહ બારડ સામાજિક કાર્યકર લલિત વાળા ને જાણ કરતા, સ્થળ પર પહોંચી જતા સરપંચ સુરપાલસિહ બારડ એ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ ના અધિકારી ને જાણ કરી અને તાત્કાલિક ધોરણે સર્વે કરી સહાય ચુકવવા સરપંચ સુરપાલસિહ બારડ તથા લલિત વાળા એ માંગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ