
ગીર સોમનાથ 31 ડિસેમ્બર (હિ.સ.) વાલકેશ્વર રિસોર્ટ ખાતે તા. 7-3-2026ને શનિવારનાં સર્વે હિન્દુ સમાજ દ્વારા અનાથ તથા ગરીબ દીકરીઓના છઠ્ઠા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરાયું છે. સ્વ. ભીમાભાઈ લખમણભાઈ સોલંકી પરિવાર અને ભાલ્કેશ્વર મિત્ર મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બ્લડ ડોનેશન, જમણવાર, દાંડિયારાસ તથા કરિયાવર અપાશે. ઇચ્છુક વાલીઓએ તા. 15-01-2026સવારે 10 વાગે જરૂરી દસ્તાવેજ સાથે હાજર રહેવા જણાવાયું છે. વધુ માહિતી માટે ભગવાનભાઈ, અરશીભાઈ તથા ભોજાભાઈ સોલંકીનો સંપર્ક કરવો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ