જુનાગઢ બોર્ડના વિદ્યાર્થીઓને માનસિક તણાવ વિના પરીક્ષા આપવા કિશોરભાઈ ચોટલીયા દ્વારા અનુરોધ
જૂનાગઢ, 24 ફેબ્રુઆરી (હિ.સ.) તારીખ 27 2 2025 ના રોજથી બોર્ડની પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે ત્યારે મહાગુજરાત વાલી મંડળના જૂનાગઢના મહામંત્રીશ્રી કિશોરભાઈ ચોટલીયા દ્વારા વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે તેમજ તણાવ રહિત પરીક્ષા આપવા અ
જુનાગઢ બોર્ડના વિદ્યાર્થીઓને માનસિક તણાવ વિના પરીક્ષા આપવા કિશોરભાઈ ચોટલીયા દ્વારા અનુરોધ


જૂનાગઢ, 24 ફેબ્રુઆરી (હિ.સ.)

તારીખ 27 2 2025 ના રોજથી બોર્ડની પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે ત્યારે મહાગુજરાત વાલી મંડળના જૂનાગઢના મહામંત્રીશ્રી કિશોરભાઈ ચોટલીયા દ્વારા વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે તેમજ તણાવ રહિત પરીક્ષા આપવા અનુરોધ કર્યો છે દરેક વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સારા માર્ક મેળવે તેમાં જ ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે કિશોરભાઈ જણાવે છે કે દરેક વિદ્યાર્થીઓએ યાદ રાખવું કે સફળતા એ કોઈ બજારમાં વેચાતી વસ્તુ નથી પરંતુ મહેનતથી જ મળે છે આખું વર્ષ વિદ્યાર્થીઓએ મહેનત કરી હોવા છતાં પરીક્ષામાં થોડું ન આવડે તો ચિંતા કરવી નહીં જે આવડે છે તેનું ચિંતન કરી સ્વસ્થ મને પરીક્ષા આપવા જશો તો ધાર્યા કરતા વધારે સારું પરિણામ મેળવી શકાશે પરીક્ષા આપવા જતી વખતે હોલ ટિકિટ, બે સારી બોલપેન જરૂરી સાધનો કંપાસ પાણીની બોટલ વગેરે ભુલાય નહી તેની કાળજી રાખવી રીસીપ્ટની એક ઝેરોક્ષ કોપી ઘરે વડીલોને આપવી પરીક્ષાના આગલા દિવસે જે સંકુલમાં નંબર આવ્યો હોય તે બેઠક વ્યવસ્થા જોઈ આવવી, તમે પરીક્ષા આપવા જાઓ ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરી મા બાપ વડીલોના આશીર્વાદ લઇ આત્મવિશ્વાસથી જજો તમારી મહેનત અને વડીલોના આશીર્વાદના પ્રભાવથી સફળતા જરૂર મળશે ગીતાજીમાં કહ્યા પ્રમાણે તું કર્મ કર ફળની ચિંતા છોડ તમે કર્મ યોગ્ય રીતે કર્યું હશે તો તેનું ફળ અવશ્ય મળશે હાલના સંજોગોમાં પેપરની પદ્ધતિઓ તેમજ પરીક્ષાઓની પદ્ધતિઓમાં ઘણો ફેરફાર થતો હોય છે તે બાબતે શાળાના પ્રિન્સિપાલ અને સુપરવાઇઝર વિદ્યાર્થીઓને સહકાર અને સમજણ આપે તેવી વિનંતી છે જુનાગઢ શહેર તેમજ પંથકના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં સુપરવાઇઝર વોર્ડ કે બીજી કોઈ પણ વિદ્યાર્થીઓ તરફથી મુશ્કેલીઓ પડતી હોય તો કિશોરભાઈ ચોટલીયા મોબાઈલ નંબર 9426995495 તેમજ મનીષકુમાર જેઠવા 9898050093 ઉપર વર્ગખંડમાં જ મદદ મેળવવા માટે તુરંત સંપર્ક કરી લેવો. મહાગુજરાત વાલીમંડળની મંડળ સમસ્યામાં સપડાયેલ વિદ્યાર્થીની મદદે તાત્કાલિક પહોંચી જશે જુનાગઢ જિલ્લામાં ધોરણ 10 ના 23 સેન્ટર ના 853 ખંડો માં કુલ 24391 વિદ્યાર્થી અને 12 ના સામાન્ય પ્રવાહ ના 12 સેન્ટરો પર 340 ખંડો માં 10821, તેમજ 12 વિજ્ઞાન પ્રવાહ ના 3 સેન્ટરો ના કુલ 139 ખંડો માં 2707 વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ઉપરથી બોર્ડની પરીક્ષા આપશે આ માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે સુવિધાઓ મળી રહે તે માટે સૂચના આપી છે મેડિકલ ટીમ દ્વારા દવા અને સારવાર સાથે ઉપલબ્ધ રહેશે અને 108 એમ્બ્યુલન્સ સંકલન રાખવા તેમજ વીજ પુરવઠો જળવાઈ રહે અને પીવાનું સ્વચ્છ પાણી માટે પણ ખાસ સૂચના આપેલ છે સાથે સીસીટીવીના માધ્યમથી ગેરરિતિઓ અટકાવવા વર્ગ એક અને બે ના અધિકારી ઓને ફરજ સોંપવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande