ગીર સોમનાથ સોમનાથ મહોત્સવને અનુલક્ષીને, ગુજરાત એસ.ટી. દ્વારા વેરાવળ બસ સ્ટોપ થી સોમનાથ મંદિર સુધી વિશેષ બસ સેવા
ગીર સોમનાથ 24 ફેબ્રુઆરી (હિ.સ.) મહાશિવરાત્રી નિમિતે તા. ૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમ્યાન સોમનાથ ખાતે કળા દ્વારા આરાધનાનો અલૌકિક એવો સોમનાથ મહોત્સવ' ઉજવવામાં આવનાર છે. આ ત્રિ-દિવસીય મહોત્સવ દરમ્યાન ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જૂનાગઢ વિભાગ દ્રારા
સોમનાથ અસર.ટી.વિભાગ દ્વારા બસ સેવા


ગીર સોમનાથ 24 ફેબ્રુઆરી (હિ.સ.)

મહાશિવરાત્રી નિમિતે તા. ૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમ્યાન સોમનાથ ખાતે કળા દ્વારા આરાધનાનો અલૌકિક એવો સોમનાથ મહોત્સવ' ઉજવવામાં આવનાર છે.

આ ત્રિ-દિવસીય મહોત્સવ દરમ્યાન ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જૂનાગઢ વિભાગ દ્રારા યાત્રિકોને વેરાવળ બસ સ્ટેશન થી, સોમનાથ મહાશીવરાત્રી મહોત્સવ સ્થળ (સમુદ્ર દર્શન પથ પાસેનું મેદાન) સુધી જવા તેમજ પરત આવવા માટે એક્સ્ટ્રા બસ સર્વિસનું આયોજન કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande