રાજકોટ/અમદાવાદ,25 ફેબ્રુઆરી (હિ.સ.) રાજકોટ અને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ
એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે 1 માર્ચના રોજ સવારે 9 કલાકે શાપર વેરાવળ ઈન્ડ્રસ્ટ્રીયલ
એસોસિએશન ઓફીસ ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રોજગાર ભરતીમેળામાં અલગ અલગ 40 થી વધારે ખાનગી એકમોના પ્રતિનિધિઓ ઈન્ટરવ્યુ દ્વારાઉમેદવારોની પસંદગી હાથ ધરવામાં આવશે. ઉમેદવાર હાજર રહેનાર નોકરીદાતાઓની વિગત મદદનીશ નિયામક રોજગાર કચેરીની ટેલીગ્રામ ચેનલ Emp Rajkot, ફેસબૂક પેજ Employment Office Rajkot; તેમજ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ emp.rajkot” પર જોઈ શકે છે. આ રોજગાર ભરતીમેળામાં ધો.10,12 આઈ.ટી.આઈ.,ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, BE ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ તેમજ અન્ય કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે જગ્યાઓ નોંધાયેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ