ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ વારસો પરિષદ યાત્રા યોજાઈ
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) સંઘાકાયા ફાઉન્ડેશન અને ગુજરાત - ટુરિઝમ વિભાગના સંયુક્ત - ઉપક્રમે ગાંધીનગરના સેક્ટર - 17 ટાઉન હોલ ખાતે છઠ્ઠી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ વારસો પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 5 દિવસિય પરિષદ ગુજરાતના બૌદ્ધ વારસાને ઉજાગર કર
બૌદ્ધ ધર્મની છઠ્ઠી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ


બૌદ્ધ ધર્મની છઠ્ઠી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ


બૌદ્ધ ધર્મની છઠ્ઠી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ


બૌદ્ધ ધર્મની છઠ્ઠી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ


બૌદ્ધ ધર્મની છઠ્ઠી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ


ગાંધીનગર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) સંઘાકાયા ફાઉન્ડેશન અને ગુજરાત - ટુરિઝમ વિભાગના સંયુક્ત - ઉપક્રમે ગાંધીનગરના સેક્ટર - 17 ટાઉન હોલ ખાતે છઠ્ઠી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ વારસો પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 5 દિવસિય પરિષદ ગુજરાતના બૌદ્ધ વારસાને ઉજાગર કરવાની સાથે તેને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિપથમાં મહત્ત્વના સ્થાન તરીકે પ્રોત્સાહિત કરવાનું પણ આયોજન છે. આ પરિષદમાં 2 હજારથી વધુ પ્રતિનિધિઓ જેમાં પ્રખ્યાત બૌદ્ધ વિદ્વાનો. ભિક્ષુઓ અને થાઈલેન્ડ, લાઓસ, વિયેટનામ,મ્યાનમાર,શ્રીલંકા, કંબોડિયા, જાપાન સહિતના 13 દેશોના નિષ્ણાતો હાજર રહેશે. આ અંતર્ગત રવિવારે શાંતિના સંદેશ સાથે યાત્રાનું પણ આયોજન કરાયુ હતું.

બૌદ્ધ વારસો પરિષદમાં વિદેશના 50 પ્રતિનિધિઓ જેમાં થાઈલેન્ડથી 10, લાઓસથી 8, વિયેતનામથી 6, માન્યમારથી 6, શ્રીલંકાથી 8, કંબોડિયાથી 6 પ્રતિનિધિઓ આ પરિષદમાં હાજરી આપી હતી.

સંઘાકાયા ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ખાતે બૌદ્ધ ધર્મની છઠ્ઠી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે, તેના આનંદ સાથે, કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું ભાવભર્યું નિમંત્રણ મળવા છત્તાં અગત્યના કારણોસર હાજર રહી ન શકતા મુખ્યમંત્રી એ શુભેચ્છા સંદેશ આપતા જણાવ્યું છે કે, બૌદ્ધ ધર્મ સમગ્ર વિશ્વમાં વ્યાપ ધરાવે છે,તેમાં ભારત અને ગુજરાતને બૌદ્ધ ધર્મની સંખ્યાબંધ ધરોહર ધરાવતા દેશમાંથી એક હોવાનું ગર્વ છે. ભગવાન બુદ્ધના અસ્થિ દેવની મોરી અરવલ્લીથી મળ્યા છે, વડનગર ખાતેથી બૌધવિહાર મળ્યો છે, તો જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ મળે છે, જે ભારતમાં આગમસ્થાન ધરાવે છે. ગુજરાત સરકાર ભગવાન બુદ્ધના અસ્થિ વડોદરાથી મૂળ સ્થાને લાવી બૌદ્ધ સર્કિટ વિકસાવવાનું કામ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ભગવાન બુદ્ધના અતિ મહત્વપૂર્ણ સ્થાન માતૃ ગયા વિકસાવવાનું કાર્ય હાથ ધર્યુ છે આ સાથે તેઓએ સમગ્ર દેશમાં ઉચ્ચ સરકિટના નિર્માણનું પણ આ આહવાન કર્યું છે.

વિશ્વને શાંતિ અને કરુણાનો સંદેશ આપનાર ભગવાન બુદ્ધની પવિત્ર ભૂમિ પર આપ સૌનું સ્વાગત છે, તેમ જણાવતા પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વિશ્વને શાંતિ અને કરૂણાનો સંદેશ આપનાર ભગવાન બુધ્ધની પવિત્ર ભૂમિ પર સૌનું સ્વાગત છે. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પધારેલ બૌદ્ધ સાધુઓના દર્શન કરીને ધન્યતા અનુભવતા ઉમેર્યું હતું કે,ચીની મુસાફર હયુ એન ત્સંગ ની જેમ આજે આપ સૌ પણ ભગવાન બુધ્ધની ભૂમિ પર આવ્યા છો. ભગવાન બુધ્ધના જીવન સાથે, બૌધ્ધ ધર્મ સાથે સંકળાયેલ પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા તથા યાદગાર સંસ્મરણૉને આપના દેશમાં જાઓ ત્યારે ત્યાં પણ જણાવવા અપીલ કરું છું.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,ભારત સરકાર સાથે મળીને ગુજરાત સરકારે સ્વદેશ દર્શન સ્કીમ હેઠળ બૌદ્ધ સર્કીટ વિકસાવેલ છે. જેમાં બૌધ્ધ ધર્મ સાથે સંકળાયેલ 12 પ્રવાસન સ્થળો ખાતે પ્રવાસન સુવિધાઓનો વિકાસ કરવામાં આવેલ છે. ભગવાન બુદ્ધના અસ્થિ હાલ બરોડા એમ. એસ. યુનિવર્સિટી પાસે છે તેને તેના મૂળ સ્થાને દેવની મોરી, શામળાજી પાસે લાવવા છે. તેના વિકાસનું આયોજન પણ વિચારણા હેઠળ છે. ગુજરાત માં જ્યાં પણ બૌદ્ધ વિહારો કે ગુફાઓ છે, તેને રોડ મારફત જોડવાનું કામ ચાલી રહ્યું છે. વડનગરમાં ઘાસકોટ દરવાજા પાસે જે બૌદ્ધ ભિખ્ખુણી વિહાર નીકળ્યો છે, તેના પર ભવ્ય ડોમ બનાવીને તે ધરોહર સચવાય તે માટે ટુરિઝમ વિભાગ કામ કરી રહ્યું છે. ત્યાં 24 કલાક સિક્યોરિટી સાફ સફાઈ તથા દર્શન માટે આવનાર લોકો ને આ વિહારના ઉત્ખનન દરમ્યાનની બધી જ વિગતો પ્રદર્શનમાં દર્શાવી છે, એ જ રીતે તારંગા માં પણ તારા દેવીના મંદિર પગથિયાં, તેના ઉપર ડોમ અને અન્ય સગવડો વિકસાવી છે.જૂનાગઢની ગુફાઓનો ટુરિઝમની જાહેરાતમાં અમિતાભ બચ્ચનજીએ પણ ઉલ્લેખ કર્યો છે.

સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે,આપણા સૌના સાથ, સહકાર અને મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આ હોલમાં આપણે આજે આ કોન્ફરન્સ કરી રહ્યા છે. જયારે પણ બુધ્ધ કોન્ફરન્સ હોય ત્યારે અમારો પ્રવાસન વિભાગ સહયોગ કરતો રહ્યો છે. બૌદ્ધ સરકીટના વિકાસ માટે તેમજ બૌધ્ધ ધર્મ સાથે સંકળાયેલ પ્રવાસન સ્થળોના વિકાસ માટે ભવિષ્યમાં પણ જયારે જરૂર પડશે ત્યારે અમારી રાજય સરકાર મદદ કરવા તૈયાર રહેશે.વિદેશી બૌદ્ધ સાધુઓમાં ભગવાન બુદ્ધના શીલોનું આચરણ જોવા મળે છે.બૌદ્ધ સાધુ શાંતિ અને વિનયનું ઉમદું ઉદાહરણ છે. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ વિદેશમાં જાય છે, ત્યારે કહે છે કે, હું બુદ્ધની ભૂમિ માંથી આવું છું. વિશ્વના લોકોએ નક્કી કરી લેવું પડશે કે યુદ્ધ યા બુદ્ધ સાધના એ ભગવાન બુદ્ધનું વિશ્વને આપેલું અનમોલ રત્ન છે. પ્રધાનમંત્રી શ્રી દર વર્ષે બૌદ્ધ કોન્ફરન્સ કરે છે. જેમાં વિશ્વના બૌદ્ધ સાધુઓને પણ આમંત્રણ આપે છે.

આ સાથે મંત્રી એમ રાજ્યમાં બૌદ્ધ ધર્મના અનુસંધાને થયેલા વિકાસ કાર્યો ની વિગતવાર માહિતી પણ આપી હતી.

ફાઉન્ડેશનના પ્રમુખ ભંતે પ્રશીલ રત્ન ગૌતમે આ પરિષદમાં ગુજરાતમાં બૌદ્ધ વારસાનો ઇતિહાસ અને મહત્વ, શાંતિ અને સૌહાર્દ પ્રોત્સાહિત કરવામાં બૌદ્ધ ધર્મની ભૂમિકા,બૌદ્ધ વારસાના સ્થળોની જતન અને સંરક્ષણ, ગુજરાતી સંસ્કૃતિ અને સમાજ પર બૌદ્ધ ધર્મનો પ્રભાવ અંગે મહત્વની ચર્ચા સાથે ગર્વભેર ઉમેર્યુ હતું કે, “બૌદ્ધની ભૂમિ ભારત છે, તેનું એક ભારતિય તરિકે ગર્વ છે, વિશ્વના ઘણા બધા દેશોના લોકો ભારતની દિશામાં પગ રાખીને સુવાનું પણ ટાળે છે,કારણ ભારત સંતો, મહંતો અને ભગવાન બુદ્ધની પવિત્ર ભૂમિ છે.”

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande