જૂનાગઢ ૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે, તા. ૧૯ જુનના રોજ મતદાન યોજાશે
જૂનાગઢ, 27 મે (હિ.સ.) ચૂંટણી પંચ દ્રારા ૮૭-વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અન્વયે ૮૭-વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી માટે મતદાન તારીખ ૧૯/૬/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. ઉમેદવારી પત્રો તારીખ
જૂનાગઢ ૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે, તા. ૧૯ જુનના રોજ મતદાન યોજાશે


જૂનાગઢ, 27 મે (હિ.સ.) ચૂંટણી પંચ દ્રારા ૮૭-વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અન્વયે ૮૭-વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી માટે મતદાન તારીખ ૧૯/૬/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. ઉમેદવારી પત્રો તારીખ ૨૬/૫/૨૦૨૫ થી તારીખ ૨/૬/૨૦૨૫ સુધી સ્વીકારવામાં આવશે.તથા તારીખ ૩/૬/૨૦૨૫ ના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે.

૮૭- વિસાવદર પેટા ચૂંટણી અન્વયે વિગતવાર કાર્યક્રમ જોઈએ તો ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું તારીખ ૨૬/૫/૨૦૨૫ ના રોજ બહાર પડશે.ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ ૨/૬/૨૦૨૫ છે.ઉમેદવારી પત્રો ચકાસણી ની તારીખ ૩/૬/૨૦૨૫ છે.ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૫/૬/૨૦૨૫ છે.મતદાન ની તારીખ ૧૯/૬/૨૦૨૫ છે.મતદાન નો સમય સવારના ૭ થી સાંજના ૬ વાગ્યા સુધીનો રહેશે.મતગણતરી તારીખ ૨૩/૬/૨૦૨૫ ના યોજાશે.

ઉમેદવાર કે તેમના ચૂંટણી એજન્ટ ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી અનેપ્રાંત અધિકારી, વિસાવદર,જૂનાગઢ, વિસાવદર રોડ, માંડાવડ અથવા મદદની ચૂંટણી અધિકારી અને મામલતદાર વિસાવદર, કાર્ટ પાસેની તેમની કચેરીમાં તારીખ ૨/૬/૨૦૨૫સુધીમાં (જાહેર રજા ના દિવસો સિવાય) સવારના ૧૧ થી બપોરના ૩ કલાક સુધીમાં રજૂ કરી શકશે.પ્રતીક ફાળવણી તારીખ ૫/૬/૨૦૨૫ બપોરના ૩ કલાક પછી શરૂ કરવામાં આવશે. આ ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન તથા વિવિધ પેટ મશીનનો ઉપયોગ થનાર છે.એમ ૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તાર ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી વિસાવદર સી.પી. હિરવાણીયા એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande