હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડ શરૂ
પાટણ, 28 મે (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ આજથી શરૂ થયો છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની કુલ 50,000 કરતાં વધુ બેઠકો સામે 31,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા છે. GCAS
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડ શરૂ


પાટણ, 28 મે (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ આજથી શરૂ થયો છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની કુલ 50,000 કરતાં વધુ બેઠકો સામે 31,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા છે.

GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) માટે આર જે કોમ્પ્યુટર સેન્ટર ખાતે સહાયતા કેન્દ્ર કાર્યરત છે. વિદ્યાર્થીઓ પોતાના લોગિન આઈડી વડે પસંદ કરેલી 10 કોલેજોમાંથી 4 કોલેજોની ઓફર જોઈ શકે છે. મેરિટના આધારે પસંદ થયેલા વિદ્યાર્થીઓએ 31 મે સુધીમાં ફી ભરવી જરૂરી છે. નોદલ ઓફિસર ડો. ધર્મેન્દ્ર ઠાકરના જણાવ્યા મુજબ, જો પ્રથમ રાઉન્ડમાં ફી ન ભરાય તો પ્રવેશની તક ગુમાવવી પડશે.

બીજો રાઉન્ડ 2 જૂનથી શરૂ થશે અને કુલ પાંચ રાઉન્ડ યોજાશે. પાંચમા રાઉન્ડ બાદ રિશફલિંગથી ખાલી બેઠકો પર પ્રવેશ મળશે. જેમણે હજી ફોર્મ ન ભર્યું હોય તેઓ માટે 29 મે થી ફરી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને કોલેજોને નિયમિત વેબસાઈટ ચેક કરવા સૂચના આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande