
પાટણ, 1 જૂન (હિ.સ.)પાટણ શહેરમાં ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ પદ્મનાભજીના મંદિર તરફ જવાના માર્ગ પર દરવર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદભવે છે. આ અંગે મંદિર ટ્રસ્ટ અને સમાજના આગેવાનોએ પાલિકા પ્રમુખ હિરલબેન પરમારને રજૂઆત કરી હતી.
પાલિકા પ્રમુખે રજૂઆતને, ગંભીરતાથી લેતા તાત્કાલિક પગલાં લેતા પદ્મનાભચાર માર્ગ પાસે આવેલી કેનાલની સફાઈ શરૂ કરાવી હતી. જેટિંગ મશીનના ઉપયોગથી કેનાલમાંથી કાદવ, કીચડ અને ગંદકી દૂર કરવામાં આવી. સફાઈ દરમિયાન જુદા જુદા પ્રકારનો મોટો કચરો અને અવરોધો દૂર કરવામાં આવ્યા.
પાલિકાના સૂત્રો મુજબ, આ કામગીરીથી ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ઝડપી નિકાલ શક્ય બનશે અને માર્ગ પર પાણી ભરાવાની સમસ્યા ઘટશે. કેનાલમાં જમા થયેલ ગંદકી દૂર થવાથી પાણીનો પ્રવાહ સરળતાથી થઇ શકશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર