કુતિયાણાના પ્રોહિબિશનના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી જૂનાગઢમાંથી ઝડપાયો
પોરબંદર, 10 જૂન (હિ.સ.) : કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને જૂનાગઢ એલસીબીએ ઝડપી લીધો છે. મૂળ જૂનાગઢના ગાંધીગ્રામ શિક્ષક સોસાયટીમાં રહેતા રવિ હમીરભાઈ ભારાઈ (ઉમર વર્ષ 30 ) સામે પોરબંદર જિલ્લાના કુતિયાણ
કુતિયાણાના પ્રોહિબિશનના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી જૂનાગઢમાંથી ઝડપાયો


પોરબંદર, 10 જૂન (હિ.સ.) : કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને જૂનાગઢ એલસીબીએ ઝડપી લીધો છે. મૂળ જૂનાગઢના ગાંધીગ્રામ શિક્ષક સોસાયટીમાં રહેતા રવિ

હમીરભાઈ ભારાઈ (ઉમર વર્ષ 30 ) સામે પોરબંદર જિલ્લાના કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તે છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. દરમિયાન વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવા રેન્જ આઈજીપી નિલેશ જાજડીયા, એસપી સુબોધ ઓડેદરાએ સુચના આપી હતી. જેને પગલે જૂનાગઢ એલસીબીએ તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન એલસીબી પીઆઇ જે.જે પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી. કે. ઝાલા, ડી.

કે. સરવૈયા અને સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન બાતમી મળી કે, જેની સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુનો નોંધાયો છે અને છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો છે તે જૂનાગઢના ગાંધીગ્રામ શિક્ષક સોસાયટીમાં રહેતો રવિ હમીરભાઈ ભારાઈ ગાંધીગ્રામ ધરમ અવેડા પાસે છે. જેને આધારે એલસીબી પીઆઇ જે.જે પટેલના માર્ગદર્શનમાં પીએસઆઇ ડી. કે. ઝાલા, ડી. કે.સરવૈયા અને સ્ટાફે ગાંધીગ્રામ જઈ રવિ ભારાઈને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande