પોરબંદર, 12 જૂન (હિ.સ.)એસ.બી.આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા પોરબંદર દ્રારા એસ.બી.આઈ. આરસેટી, પોરબંદર ખાતે ૨૯ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે ટેલરીંગ વુમન્સ ગારમેન્ટસની તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં ગેસ્ટ ફેકલ્ટી (માસ્ટર ટ્રેનર) તરીકે શ્રીમતી બીનાબેન એસ. પીત્રોડાએ ટેલરીંગ વુમન્સ ગારમેન્ટસ અંગે મહિલાઓને માર્ગદર્શક તાલીમ આપી હતી અને તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya