પોરબંદરમાં વ્યવસાયિક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન
પોરબંદર, 12 જૂન (હિ.સ.) પોરબંદર ભાજપ દ્વારા તાજાવાલા હોલ ખાતે વ્યવસાયિક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જુદા જુદા વ્યવસાય સાથે જોડાયેલા અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે રાષ્
પોરબંદરમાં વ્યવસાયિક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન


પોરબંદરમાં વ્યવસાયિક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન


પોરબંદરમાં વ્યવસાયિક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન


પોરબંદરમાં વ્યવસાયિક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન


પોરબંદરમાં વ્યવસાયિક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન


પોરબંદર, 12 જૂન (હિ.સ.) પોરબંદર ભાજપ દ્વારા તાજાવાલા હોલ ખાતે વ્યવસાયિક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જુદા જુદા વ્યવસાય સાથે જોડાયેલા અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય મહામંત્રી ભાજપ કિશાન મોરચાના મહામંત્રી બાબુભાઇ જેબલીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા તેમજ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસાયિક પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ડોક્ટર સેલ, સી.એ. સેલ, એડવોકેટ સેલ, એન્જીનીયરીંગ એસોસિએશન, એજ્યુકેશનલ સેલ, ફાર્મા એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, અને પોરબંદર ની તમામ સામાજિક સંસ્થાના અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વ્યવસાયિક પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત નોંધપાત્ર રીતે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા બની ગયું.

છે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તરફ આગળ વધી રહ્યું છે. મોદી સરકારના -11 વર્ષ અનેક ઐતિહાસિક સિદ્ધિઓ સાથે પૂર્ણ થઈ રહ્યા છે તે પ્રસંગે દેશવાસીઓ પ્રધાનમંત્રીને અભિનંદન આપી રહ્યા છે. ઓપરેશન સિંદૂરની સફળતાથી દરેક ભારતીયો મજબૂત અને સમૃદ્ધ ભારત પર ગર્વ અનુભવી રહ્યા છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી સેનાએ બતાવેલી બહાદુરીથી દરેક ભારતીયોનું મસ્તક ગર્વથી ઉંચુ કરાવ્યું છે. આપણી સેનાઓએ સરહદ પાર આતંકવાદી ઠેકાણાઓનો સક્ષયો જે ચોકસાઈથી કરેલ છે તે અદ્વિતીય અને અદ્ભૂત છે. ઓપરેશન સિંદૂરથી સમગ્ર વિશ્વમાં આતંક સામેની લડાઈમાં નવા આત્મવિશ્વાસ અને ઉત્સાહનું સિંચન થયુ છે તે અંગે વિસ્તૃત માહિતી રજુ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande