પોરબંદર, 10 જૂન (હિ.સ.)
પોરબંદર તરફ આવી રહેલા મીઠા ભરેલા ટ્રકનો ભાણવડ વેરાળ ગામના પાટિયા નજીક અકસ્માત સર્જાતા ટ્રક પલટી મારતા ડ્રાઈવર ઈજાગ્રસ્ત બન્યો હતો અને સારવાર અર્થે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે દાખલ ડ્રાઈવર ટપુભાઈ મોરી જે પોરબંદરના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના રહેવાસી છે.
તેમણે હોસ્પિટલથી જણાવ્યું હતું કે, તેઓ જામનગરના ખીજડીયા ખાતેથી મીઠાનો માલ ભરી પોરબંદર આવી રહ્યા હતા આ દરમિયાન ભાણવડ વેરાળ ગામના પાટિયા નજીક ઓચિંતા એક કાર ચાલકે ટ્રક પાસે ઓવરટેક કરવા જતા સમયે અકસ્માત ન સર્જાય તે માટે બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ ટ્રક પલટી મારી ગયો હતો તે હોસ્પિટલ ખાતેથી ઈજાગ્રસ્ત ડ્રાઈવર ટપુભાઈએ જણાવ્યું હતું, આ ઘટના રાત્રીના 1 થી 2 વાગ્યાના અરસામાં બની હોવાનું જાણવા મળી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya