પોરબંદર, 10 જૂન (હિ.સ.) : પોરબંદરના મહિલા અગ્રણી હીરબા જાડેજા વિરોધ્ધ એકબાદ એક ગુન્હામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લામાં નોંધાયેલ સાયબરફોર્ડ ના ગુન્હા માં પોલીસે અટકાયત કર્યા બાદ હાલ જુનાગઢ પોલીસે હિરલબા જાડેજા અને તેમના બે સાગરીતોની અટકાયત કરી છે. જૂનાગઢ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ FIR નં 11203071250012 આધારે જૂનાગઢ પોલીસે તપાસ શરુ કરી હતી.
તપાસ દરમિયાન હિરલબા જાડેજા તથા નૈતિક માવાણી, સચીન મહેતા,હીતેષ ઓડેદરા દ્વારા પૂર્વ આયોજીત કાવતરૂ રચી પ્રતાપભાઇ ભરાડ, પારસભાઇ જોષી તથા ભરતભાઈ સુત્રેજા દ્વારા કપટપુર્વક પ્રલોભન આપી તેઓના નામના ખોટા દસ્તાવેજો તથા ખોટા બિલો આધારે બોગસ પેઢીઓ બનાવડાવી તથા પેઢીઓના નામના સિક્કાઓ બનાવડાવી તેઓ ત્રણેયની જાણ બહાર તેમના નામના જીએસટી નંબર તથા અન્ય સર્ટીફિકેટ કઢાવી જે સર્ટીફિકેટ ખોટા છે તેવુ આરોપીઓ જાણતા હોવા છતા તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેના આધારે અલગ અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવી કપટપુર્વક ત્રણેય પાસેથી બેંકના કોરા ચેકોમાં તેમજ આરટીજીએસ ફોર્મમાં સહીઓ કરાવી તે મેળવી લઇ, સાયબર ફ્રોડ દ્વારા વિવિધ રાજયોના અલગ અલગ ભોગબનનાર પાસેથી છેતરપીંડીથી મેળવેલ રૂપીયા તે રૂપીયા સાયબર ફ્રોડના છે તેવું જાણતા હોવા છતા સાહેદોના કુલ 22 બેંક ખાતાઓમાં વારંવાર મેળવી લઇ પ્રોપરાઈટરોની જાણ બહાર બેંક એકાઉન્ટમાંથી નાણા ઇલેક્ટ્રોનીકના માધ્યમથી ઓનલાઇન ટ્રાન્સફર તથા કેસ વિડ્રોલ કરી રૂપીયાને સગેવગે કરી સાયબર ફ્રોડની ઠગાઇના નાણાનો આર્થિક લાભ મેળવી ગુનો આચરેલ હોય. ત્યારે પોલીસે હિરલબા જાડેજા, હિતેશ ભીમાભાઇ ઓડેદરા, સચિન કનકરાય મહેતા નામના શખ્સોની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya