જૂનાગઢ 10 જૂન (હિ.સ.) ચોરવાડ મછીયારા સમાજના નવા પટેલ ઇબ્રાહીમભાઇની નિમણૂક થયેલ આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ સમસ્ત ગુજરાત ખારવા સમાજના ઉપ પ્રમુખ જીતુભાઈ કુહાડા વરદ હસ્તે ઇબ્રાહીમભાઇને પાઘડી પહેરાવી તેમજ ફૂલહાર તેમજ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વેરાવળ સમજતા ખારવા સમાજના પટેલ બાબુભાઈ આગિયા, અગ્રણી વિનુભાઈ ભૂત્તિ, ચોરવાડ ખારવા સમાજના પટેલબાબુભાઈ ચોરવાડી, તેમજ ચોરવાડ ખારવા સમાજના આગેવાનો તેમજ ચોરવાડ મછીયારા તમામ આગેવાન ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ