પોરબંદર, 10 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણીના અમદાવાદ જિલ્લા તથા કર્ણાવતી મહાનગરના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત ધોળકા સર્કિટ હાઉસ ખાતે ધોળકા શહેર તથા તાલુકા સંગઠન મંડલના શક્તિકેન્દ્ર સંયોજકોની પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું તેમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી પાર્ટીના કાર્યક્રમો તેમજ સંગઠનાત્મક ચર્ચા સાથે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ બેઠકમાં અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી,જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપસિંહ ડોડીયા, ધોળકા શહેર સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ, તાલુકા પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર, શહેર મહામંત્રી મેહુલભાઈ રામી તથા લાભુભાઈ રાણા, તાલુકા મહામંત્રી હિતેન્દ્રસિંહ વાઘેલા તથા જીગ્નેશભાઈ પટેલ, મંડલના શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ તેમજ અપેક્ષિત પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા. સંગઠન શક્તિથી સશક્ત ભારતનું નિર્માણ એ જ ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya