ઘરફોડ ચોરીના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની પાટણ એલસીબીએ ધરપકડ કરી
પાટણ, 11 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના એલસીબી વિભાગે એલર્ટ કાર્યવાહી કરતા સિદ્ધપુર અને કાકોશી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક વી.કે. નાયીએ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાને
ઘરફોડ ચોરીના ત્રણ ગુનાઓમાં સંડોવાયેલા આરોપી પાટણ એલસીબીના જાળમાં


પાટણ, 11 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના એલસીબી વિભાગે એલર્ટ કાર્યવાહી કરતા સિદ્ધપુર અને કાકોશી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ અધિક્ષક વી.કે. નાયીએ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાને રાખીને જિલ્લા પોલીસને નાસતા ફરતા ગુનાહિત તત્વો વિરુદ્ધ ખાસ ડ્રાઇવ શરૂ કરવાની સૂચના આપી હતી. આ અંતર્ગત એલસીબી પીઆઈ આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પાટણ શહેરમાં પેટ્રોલિંગ દરમ્યાન ટીમે મહત્વની બાતમી મેળવી હતી.

બાતમીના આધારે એલસીબી ટીમે ડીસા તાલુકાના અમરાણીપુરા ગામના નિવાસી જાદવ જબ્બરસિંહ ઉર્ફે વિપુલસિંહ ભારતસિંહની ધરપકડ કરી હતી. આરોપી ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હતો અને પોલીસે તેને વધુ તપાસ માટે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande