GIDCમાં ભંગારના ગોડાઉનમાં આગનો કહેર, ફાયર બ્રિગેડનું બચાવ કાર્ય ચાલુ
વડોદરા, 11 જૂન (હિ.સ.)- વડોદરાના મકરપુરા GIDC વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આગના ધૂમાડા અને તાપના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આગ ખૂબ ઝડપી ફેલાઈ હતી અ
fire in navsari


વડોદરા, 11 જૂન (હિ.સ.)- વડોદરાના મકરપુરા GIDC વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આગના ધૂમાડા અને તાપના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, આગ ખૂબ ઝડપી ફેલાઈ હતી અને કેટલાક મિનિટોમાં જ ગોડાઉનને ઘેરી લીધી હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં મકરપુરા અને ગાજરવાડી ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે દોડી આવી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા.

હજી સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ફાયરના જવાનો સતત જહેમત સાથે આગ બુઝાવવાના પ્રયાસોમાં લાગી પડ્યા છે. આ ઘટના દરમ્યાન જાનહાનિ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પણ ભારે નુકસાન થયાની આશંકા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande