જૂનાગઢ 11 જૂન (હિ.સ.) જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે બેલેટ યુનિટ નું સપ્લીમેન્ટરી રેન્ડેમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવ્યું હતું.
કલેકટર કચેરી ખાતે આજ રોજ સવારમાં રેન્ડેમાઈઝેશન પૂર્ણ કર્યા બાદ બપોર પછી સમયે જૂનાગઢ ખાતેના ઇવીએમ વેરહાઉસ ખાતેથી સુરક્ષિત રીતે વિસાવદરના માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં જરૂરી સુરક્ષા બંદોબસ્ત સાથે સુરક્ષિત રીતે મૂકી દેવામાં આવ્યા હતા.
નિયત માર્ગદર્શિકા મુજબ સપ્લીમેન્ટરી રેન્ડેમાઈઝેશન દ્વારા ૩૯૨ બેલેટ યુનિટ ફાળવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, એક બેલેટ યુનિટમાં ૧૫ ઉમેદવારોનો સમાવેશ થઈ શકે છે, જ્યારે ૧૫ કરતાં વધુ ઉમેદવારો લોકસભા કે વિધાનસભાની ચૂંટણી માટે નોંધાય ત્યારે એક વધારે બેલેટ યુનિટ ઉમેરવું પડે છે. આમ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ૧૬ જેટલા ઉમેદવારો નોંધાતા નોંધાતા એક વધારાનું બેલેટ યુનિટ ઉમેરવાની આવશ્યકતા પડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ