જૂનાગઢ, 11 જૂન (હિ.સ. ) રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાંજડીયા તથા પોલીસ અધિક્ષક સુબોધ.આર.ઓડેદરા નાઓ દ્રારા મિલકત વિરૂધ્ધના ચોરી, લુંટ, ઘરફોડ, ચલીઝડપ વિગેરે બનાવોમા સતર્કતા રાખી તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ હોય.
જેથી નાયબ પોલીસ અધિક્ષક હીતેષ ધાંધલ્યા ના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ.ડિવી.પો.સ્ટે. વિસ્તારના જુનાગઢ જી.આઇ.ડી.સી-૨ મારૂતી હોટલ પાછળ સાગર ટેલરની બાજુમાં ક્રિષ્ના મોટર રીવાઇડીંગ નામની ફરીયાદી ચંદુલાલ ભગવાનજીભાઇ કાપડીયાની દુકાનમા કોઈ અજાણ્યા ચોર ઇસમો ફરી ની દુકાનની બારીનો દરવાજો તથા જાળીની ગ્રીલ તોડી દુકાનમાં રહેલ વિવિધ પ્રકારના વાયરો (કેબલો) જેની કિ.રૂ- ૯૬૭૦૦/- ની ચોરી કરી લઈ ગયેલ હોય તે મતલબે એ ડિવી.પો.સ્ટે. ખાતે ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૩૨૫ ૦૫૪૮/૨૦૨૫ BNS ૨૦૨૩ ની કલમ- ૩૦૫(એ) ૩૩૧(૪),૫૪ મુજબનો ગુન્હો રજી થયેલ હોય જે ગુના મા આગઉ એક આરોપીને અટક કરેલ તેમજ સદર ગુનામાં વધુ ૦૩ આરોપીઓ પકડવાના બાકી હોય જે પકડવાના બાકી આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા સુચના કરેલ હતી.
જેથી એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.કે.પરમાર તથા પો.સબ.ઇન્સ. વાય.એન.સોલંકી નાઓએ ગુન્હા નિવારણ શાખાના માણસોને સદરહુ ગુન્હાના ફરાર આરોપી તથા મુદામાલ શોધી કાઢવા સુચના કરી જરૂરી માર્ગદર્શન પુરુ પાડેલ હોય તે અનુસંધાને એ ડિવી. પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ વી.એલ.લખધીર તથા પો.કોન્સ કલ્પેશભાઇ ગેલાભાઇ ચાવડા નાઓને બાતમી હકીકત મળેલ કે ચોરીમા ગયેલ મુદામાલ સાથે ત્રણ ઇસમો કોપર વાયર વેચવા ગીરનાર દરવાજા પાસે નિકળનાર હોય જે હકીકત આધારે વોચમાં રહેતા આ કામે ગયેલ મુદામાલ સાથે ત્રણ ચોર ઇસમોને પકડી પાડેલ જેથી આ કામે ફરીયાદીનો ચોરીમાં ગયેલ તમામ મુદામાલ રીકવર થયેલ અને આ કામની આગળની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એલ.લખધીર નાઓ ચલાવી રહેલ
છે.
{૧ } પકડાયેલ આરોપી નામ સરનામુઃ-
(૧) ચેતનભાઈ કલ્પેશભાઈ ઉર્ફે કમલભાઈ સોલંકી જુનાગઢ કાળવા ચોક મુબારક બાગ હાલ રહે, રાજકોટ ખોડીયાર પરા આંબેડકર નગર
(૨) કિશનભાઈ ઉર્ફે બાવ અરજણભાઈ ડાભી રહે, રાજકોટ શહેર લોહાનગર ઢેબર રોડ જીમી ટાવરની પાછળ (૩) મનસુખભાઈ ઉર્ફે દીકુ હરીભાઈ પરમાર રાજકોટ શહેર લોહાનગર ઢેબર રોડ જીમી ટાવરની પાછળ {૩ } કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ-
કોપરના તાર આશરે ૪૪ કિ.ગ્રા. કિ.રૂ. ૩૫,૮૮૦/-
ગુનામાં વપરાયેલ એક ઇલેકટ્રીક ગ્રાઇન્ડર (કટર) મશીન-૨૦૦૦/-
{૪} સારી કામગીરી કરનાર પોલીસ અધીકારી/કર્મચારી:-
એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.કે.પરમાર તથા પો.સબ.ઇન્સ વાય.એન.સોલંકી પો.સબ.ઇન્સ વી.એલ.લખધીર તથા એ.એસ.આઇ. ભદ્રેશભાઇ રવૈયા તથા એ.એસ.આઇ. પંકજભાઇ સાગઠીયા તથા પો.હેડ.કોન્સ તેજલ સિંધવ તથા પો.કોન્સ કલ્પેશભાઇ ચાવડા તથા જીગ્નેશભાઇ શુકલ તથા અજયસિહ ચુડાસમા તથા જયેશભાઇ કરમટા તથા નીતીનભાઇ હીરાણી તથા નરેંદ્રભાઇ બાલસ તથા વિક્રમભાઇ છેલાણા તથા જુવાનભાઇ લાખણોત્રા નાઓએ સાથે રહી સારી કામગીરી કરેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ