કુતિયાણા પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલ 4 શખ્સોને ઝડપી પાડ્યા
પોરબંદર, 11 જૂન (હિ.સ.) : કુતિયાણા શહેરમાં જાહેરમાં જુગાર રમી રહેલા 4 શખ્સો ને કુતિયાણા પોલીસે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે 15000 થી વધુની રોકડ રકમ કબ્જે કરી.ગુન્હો નોંધયો છે. કુતિયાણાના રસુલવાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાન
કુતિયાણા પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલ 4 શખ્સોને ઝડપી પાડ્યા.


પોરબંદર, 11 જૂન (હિ.સ.) : કુતિયાણા શહેરમાં જાહેરમાં જુગાર રમી રહેલા 4 શખ્સો ને કુતિયાણા પોલીસે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે 15000 થી વધુની રોકડ રકમ કબ્જે કરી.ગુન્હો નોંધયો છે. કુતિયાણાના રસુલવાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાનો બાતમી કુતિયાણા પોલીસને મળતા કુતિયાણા પોલીસે રસુલવાડી વિસ્તારમાં રેડ કરતા જુગાર રમી રહેલા (1) રાજુ રામદભાઇ રાતીયા (2) ભરત દેવાભાઇ દાસા (3) જીતેશ ઉર્ફે જીવો લખમણભાઇ બાપોદરા (4) કાના મસરીભાઇ કડેગીયા નામના શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.પોલીસે 4 શખ્સો પાસે થી 15200 ની રોકડ રકમ કબ્જે કરી હતી. પોલીસે 4 શખ્સો સામે જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande