પાટણના હિરા જ્વેલર્સના માલિક અને પિતાની 43.90 લાખની છેતરપિંડી મામલે ધરપકડ:રિમાન્ડ મંજૂર
પાટણ, 11 જૂન (હિ.સ.) : પાટણના હિરા જ્વેલર્સના માલિક હિતેશ સોની અને તેમના પિતા મહેન્દ્રભાઈ સોનીએ લકી ડ્રો અને સુવર્ણ બચત યોજના ચલાવીને 47 રોકાણકારો પાસેથી છેતરપિંડી કરી હતી. તેમણે કુલ રૂ. 32.99 લાખની રોકડ અને 218.55 ગ્રામ (લગભગ રૂ. 11 લાખનું) સોનું મે
પાટણના હિરા જ્વેલર્સના માલિક અને પિતાની 43.90 લાખની છેતરપિંડી મામલે ધરપકડ:રિમાન્ડ મંજૂર


પાટણ, 11 જૂન (હિ.સ.) : પાટણના હિરા જ્વેલર્સના માલિક હિતેશ સોની અને તેમના પિતા મહેન્દ્રભાઈ સોનીએ લકી ડ્રો અને સુવર્ણ બચત યોજના ચલાવીને 47 રોકાણકારો પાસેથી છેતરપિંડી કરી હતી. તેમણે કુલ રૂ. 32.99 લાખની રોકડ અને 218.55 ગ્રામ (લગભગ રૂ. 11 લાખનું) સોનું મેળવીને નાસી જવાનું આયોજન કર્યું હતું. કોર્ટ દ્વારા પકડ વોરંટ જારી થયા બાદ પાટણ પોલીસે 8 જૂન, 2025ના રોજ બંનેની ધરપકડ કરી હતી.

તેઓને સ્પેશ્યલ જીપીઆઈડી કોર્ટ પાટણમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં જજ પ્રશાંત એચ. શેઠે 12 જૂન સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

આરોપીઓ સામે બીએનએસ કલમ 316(2)/542 હેઠળ પ્રથમ ગુનો નોંધાયો હતો. બાદમાં તેમની વિરુદ્ધ થાપણદારોના હિતના રક્ષણ અધિનિયમ, 2003 અને પ્રાઈઝ ચિટ્સ એન્ડ મની સરક્યુલેશન એક્ટ, 1978ની કલમો પણ ઉમેરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીઓને શોધવા માટે અમદાવાદ અને ઉજજૈન ખાતે તેમની હાજરી અંગે તપાસ કરવામાં આવી હતી. તેઓ પાટણ નગરપાલિકાની મિલકત વિગતો, બેંક ખાતા અને ફોનના કોલ ડિટેઇલ્સના આધારે શોધ કરવામાં આવ્યા હતા. તેઓ તપાસમાં સહકાર ન આપતા તેમને નાસતા ફરતા જાહેર કરવામાં આવ્યા હતા.

પોલીસ રિમાન્ડ દરમિયાન તપાસ કરવાનું છે કે આરોપીઓએ ફરીયાદી અને અન્ય રોકાણકારો પાસેથી મેળવેલી કુલ રૂ. 43,90,000ની રકમ કોણે અને ક્યાં રોકાણ માટે આપી હતી. બંને જણા પાટણ ઉપરાંત અમદાવાદ અને ઉજજૈન ખાતે રોકાયા હોવાથી તેમને ત્યાં કોણે આશ્રય આપ્યો કે મદદ કરી, તેની પણ તપાસ જરૂરી છે.

આરોપીઓએ લકી ડ્રો અને સુવર્ણ બચત યોજના દ્વારા મોટી છેતરપિંડી આચરી છે. તેમણે આવી યોજના માટે કોઈ સરકારી મંજૂરી અથવા રજિસ્ટ્રેશન લીધું હતું કે કેમ તે તપાસની જરુરીયાત છે. તેમજ, આગળના તપાસમાં વધુ કેટલાં લોકો છેતરપિંડીનો ભોગ બનેલા છે તે બહાર આવી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande