પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં વેઢાલાની લૂંટ.
પોરબંદર, 11 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરમાં વૃદ્ધા સાથે લૂંટનો બનાવ સામે આવ્યો છે.મહિલાએ વૃદ્ધાને આંખમાં બામ ઘસી વેંઢાલાની લૂંટ કરી હોવાની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે. પોરબંદર શહેરના ઝુંડાળા વિસ્તારમાં રહેતા લીરીબેન દેવાભાઈ કુછડીય
પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં વેઢાલાની લૂંટ.


પોરબંદર, 11 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરમાં વૃદ્ધા સાથે લૂંટનો બનાવ સામે આવ્યો છે.મહિલાએ વૃદ્ધાને આંખમાં બામ ઘસી વેંઢાલાની લૂંટ કરી હોવાની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે. પોરબંદર શહેરના ઝુંડાળા વિસ્તારમાં રહેતા લીરીબેન દેવાભાઈ કુછડીયા નામની મહિલા એ આજ વિસ્તારમાં રહેતા વેજીબેન ઉર્ફે વાલીબેન સવદાસભાઈ બોખીરીયાને પોતાના ઘરે બોલાવી કપાળે બામ લગાડવા નું કહેતા વેજીબેને લીરિબેનને કપાળના ભાગે બામ લગાડીયા બાદ લીરીબેનની આંખમાં બામ ઘસી લિરીબેને કાનમાં પહેરેલા 3 લાખ રૂપિયાની કિંમતના પોણા ચાર તોલાના બે વેઢાલાની લૂંટ કરી હતી.લૂંટના બનાવ ને લઈ ને લિરીબેને કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે વેજીબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પોલીસે સમગ્ર મામલે તાપસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande