પાટણમાં બે સગીર કિશોરીઓના અપહરણની ઘટનાથી ચકચાર
પાટણ, 11 જૂન (હિ.સ.) : પાટણ તાલુકાના ખાનપુરડા ગામમાં એક જ પરિવારની બે સગીર કિશોરીઓના અપહરણની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. અજાણ્યા શખ્સ દ્વારા 16 વર્ષ 9 માસની કિશોરી અને તેની 14 વર્ષ 9 માસ વયની ભત્રીજીનું અપહરણ કરવામાં આવ્યું છે. અપહૃત બંને કિશોરી
પાટણમાં બે સગીર કિશોરીઓના અપહરણની ઘટનાથી ચકચાર


પાટણ, 11 જૂન (હિ.સ.) : પાટણ તાલુકાના ખાનપુરડા ગામમાં એક જ પરિવારની બે સગીર કિશોરીઓના અપહરણની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. અજાણ્યા શખ્સ દ્વારા 16 વર્ષ 9 માસની કિશોરી અને તેની 14 વર્ષ 9 માસ વયની ભત્રીજીનું અપહરણ કરવામાં આવ્યું છે.

અપહૃત બંને કિશોરીઓ પિતાના કાયદેસરના વાલીપણા હેઠળ હતી. આ ઘટનાની જાણ થતા જ પિતાએ પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે તાત્કાલિક ગુનો નોંધી બંને કિશોરીઓને શોધવા અને આરોપીને ઝડપવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande