રાણા વડવાળા ગામે જુગાર રમી રહેલ 7 શખ્સો ઝડપાયા.
પોરબંદર, 12 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લાના રાણા વડવાળા ગામે ચાલતા જુગરધામ પર દરોડો પાડી 7 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.પોલીસે જુગરીઓ પાસે થી 58 હજારથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારના દુષણને ડામવા પોલીસ
રાણા વડવાળા ગામે જુગાર રમી રહેલ 7 શખ્સો ઝડપાયા.


પોરબંદર, 12 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લાના રાણા વડવાળા ગામે ચાલતા જુગરધામ પર દરોડો પાડી 7 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.પોલીસે જુગરીઓ પાસે થી 58 હજારથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારના દુષણને ડામવા પોલીસે લાલ આંખ કરી છે.ત્યારે રાણાવાવ તાલુકાના રાણા વડવાળા ગામે રહેતા જીતેશ ગોરધન દાસાણી નામના શખ્સના રહેણાંક મકાનમાં જુગરધામ ચાલતું હોવાની બાતમી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને મળતા પોલીસે જીતેશ દાસાણીના રહેણાંક મકાનમાં રેડ કરતા જુગાર રમી રહેલ 1) જીતેશ ગોરધનભાઇ દાસાણી (2) અશોક મનસુખભાઇ લાડાણી 3) માવજી નારણભાઇ જમરીયા 4) જમન છગનભાઇ લાડાણી (5) રામ રાણાભાઇ કુછડીયા (6) મનસુખ ગોકળભાઇ દાસાણી (7) નારણ રાજાભાઇ મકવાણાને ઝડપી પાડ્યા હતા.પોલીસે 7 શખ્સો પાસેથી કુલ 58,400 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે 7 શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande