લોક રક્ષક કેડરની પરીક્ષા માટે વલસાડ એસટી વિભાગ દ્વારા વધારાની એસટી બસો દોડાવાશે
વલસાડ, 12 જૂન (હિ.સ.)- લોક રક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.15/06/2025 ના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ,ગાંધીનગર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ અને ભાવનગર શહેરના પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. વલસાડ વિભાગના તમામ ડેપો ખાતેથી પરીક્ષાર્થીઓને ત
લોક રક્ષક કેડરની પરીક્ષા માટે વલસાડ એસટી વિભાગ દ્વારા વધારાની એસટી બસો દોડાવાશે


વલસાડ, 12 જૂન (હિ.સ.)- લોક રક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.15/06/2025 ના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ,ગાંધીનગર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ અને ભાવનગર શહેરના પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. વલસાડ વિભાગના તમામ ડેપો ખાતેથી પરીક્ષાર્થીઓને તા.14/06/2025 અને 15/06/2025 દરમ્યાન પરીક્ષા કેન્દ્ર સુધી અને પરીક્ષા કેન્દ્ર થી પરત લઇ જવા માટે બસ સુવિધાઓ મળી રહે તે સમયે જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા સંચાલનનું આયોજન વલસાડ એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યુ છે.

વલસાડ જિલ્લાથી 2458, નવસારી જિલ્લાથી 2871 અને ડાંગ જિલ્લાથી 2426 પરીક્ષાર્થીઓ સુરત ખાતે પરીક્ષા આપવા જનાર છે.

પરીક્ષાર્થીઓના વધુ ધસારાની શકયતાઓ જણાય તે ધ્યાને લઈ ઓનલાઈન બુકીંગ વિભાગના તમામ ડેપો/કંટ્રોલ પોઈન્ટ ઉપરાંત નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી ઓનલાઈન ટીકીટ આપવાનું શરૂ કરવામાં આવ્યુ છે.

એકસ્ટ્રા સંચાલનની વધુ માહિતી માટે જિલ્લા/તાલુકાના મુખ્ય બસ મથકે ડેપો મેનેજરશ્રીનો સપંર્ક કરવાથી મળી રહેશે એવુ એસટીના વિભાગીય નિયામક દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande