પોરબંદર, 12 જૂન (હિ.સ.)ભાજપ કિસાન મોર્ચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયા ગત તા. 11 જૂનના રોઝ પોરબંદરની મુલાકાતે આવ્યા હતા આ પ્રવાસ દરમ્યાન તેઓએ પોરબંદરના સુપુત્ર વીર જવાન દર્શન માવજીભાઈ ધાવજી જેઓ આર્મી અંતર્ગત અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરીને પરત આવેલ જવાનનું તેઓના ઘરે જઈને સન્માન કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, શહેર મહામંત્રી નિલેશભાઈ બાપોદરા, મુન્નાભાઈ કાણકીયા, ભાજપ અગ્રણી કેતનભાઈ દાણી અને સુરેશભાઈ સિકોતરા સાથે હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya