
સૂરત, 12 જૂન (હિ.સ.)-સૂરતના ખ્યાતનામ જ્યોતિષ અને વાસ્તુ વિશેષજ્ઞ શ્રી ગોવિંદ મૂંદડાને Excellence in Astrology & Vastu Consultancy – National Level પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક સન્માન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ ખાતે આયોજિત પ્રોગ્રેસિવ ગુજરાત કાર્યક્રમ દરમિયાન ભારત 24 ન્યૂઝ ચેનલ દ્વારા અપાયો હતો.
ગોવિંદભાઈ વર્ષ 2005થી જ્યોતિષ ક્ષેત્રમાં સેવા આપી રહ્યા છે અને અત્યાર સુધીમાં દેશ અને વિદેશના હજારો લોકોએ તેમના જ્યોતિષીય માર્ગદર્શનથી જીવનની દિશા પામી છે. તેઓ સૂરતના વેજલપુર વિસ્તારમાં આવેલ સોમેશ્વર સ્ક્વેર ખાતે “ભાગ્યદ્રષ્ટા” નામના પોતાની કન્સલ્ટન્સી ઓફિસ ચલાવે છે, જ્યાં તેઓ વ્યકિતગત જ્યોતિષ, વાસ્તુ અને કારકિર્દી માર્ગદર્શન આપે છે.
આ અગાઉ પણ વર્ષ 2019માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે તેમને “ગુજરાત યંગ અચીવર્સ એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો. સમાજ અને વ્યવસાય ક્ષેત્રે તેમના યોગદાનને સતત માન્યતા મળી રહી છે.
ગોવિંદભાઈને મળેલ આ રાષ્ટ્રીય સન્માન માત્ર તેમના માટે નહીં, પણ સમગ્ર સૂરત અને ગુજરાત માટે ગૌરવની વાત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે