પોરબંદરમાં વેઢાલાની લૂંટ કરનાર મહિલાને ઝડપી પાડતી કમલાબાગ પોલીસ
પોરબંદર, 12 જૂન (હિ.સ.)પોરબંદર શહેરમાં મહિલાએ વૃદ્ધાને આંખમાં બામ ઘસી વેંઢાલાની લૂંટ કરી હોવાની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી હતી.પોલીસે વેઢાલાની લૂંટ કરનાર મહિલાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી હતી. પોરબંદર શહેરના ઝુંડાળા વિસ્તારમાં ર
પોરબંદરમાં વેઢાલાની લૂંટ કરનાર મહિલાને ઝડપી પાડતી કમલાબાગ પોલીસ


પોરબંદર, 12 જૂન (હિ.સ.)પોરબંદર શહેરમાં મહિલાએ વૃદ્ધાને આંખમાં બામ ઘસી વેંઢાલાની લૂંટ કરી હોવાની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી હતી.પોલીસે વેઢાલાની લૂંટ કરનાર મહિલાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી હતી.

પોરબંદર શહેરના ઝુંડાળા વિસ્તારમાં રહેતા લીરીબેન દેવાભાઈ કુછડીયા નામની મહિલા એ આજ વિસ્તારમાં રહેતા વેજીબેન ઉર્ફે વાલીબેન સવદાસભાઈ બોખીરીયા ને પોતાના ઘરે બોલાવી કપાળે બામ લગાડવા નું કહેતા વેજીબેને લીરિબેનને કપાળના ભાગે બામ લગાડીયા બાદ લીરીબેનની આંખમાં બામ ઘસી લિરીબેને કાનમાં પહેરેલા 3 લાખ રૂપિયાની કિંમતના પોણા ચાર તોલાના બે વેઢાલાની લૂંટ કરી હતી.લૂંટના બનાવ ને લઈ ને લિરીબેને કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે વેજીબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કમલાબાગ પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે લૂંટ કરનાર મહિલાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.કમલાબાગ પોલીસે લૂંટ કરનાર મહિલા વેજીબેન ઉર્ફે વાલીબેન સવદાસભાઈ બોખીરીયાને ઝડપી પોલીસ સ્ટેશને લાવી યુક્તિપૂર્વક પૂછપરછ કરતા વેજીબેને વેઢલાની લૂંટ કરી હોવાની કબૂલાત આપી હતી.પોલીસે વેજીબેન પાસે થી 3,00,000 રૂપિયાની કિંમતના લૂંટ કરેલા વેઢાલા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande