પોરબંદર, 12 જૂન (હિ.સ.)ભાજપ કિસાન મોર્ચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયા ગત તા. 11 જૂનના રોઝ પોરબંદરની મુલાકાતે આવ્યા હતા.
પોરબંદરના પ્રવાસ દરમ્યાન તેઓએ ન્યાયના દેવતા ભગવાન શનિદેવના જન્મ-સ્થળ હાથલા ખાતે શનિ મહારાજના દર્શન અને પૂજા કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે તેમની સાથે પોરબંદર શહેર ભાજપ મહામંત્રી નિલેશભાઈ બાપોદરા, મુન્નાભાઈ કાણકીયા અને ભાજપ અગ્રણી સુરેશભાઈ સિકોતરા સાથે રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya