સુરત, 12 જૂન (હિ.સ.)-સુરતના ડુમસ રોડ પર આવેલા સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ સામે આવેલા આશિર્વાદ ફાર્મના બંગલા નં. 114માં રેવ પાર્ટી ચાલી રહી હતી, જેના પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ, prohibited મેફેડ્રોન ડ્રગ્સ તથા વિદેશી દારૂ સાથે યુવક-યુવતીઓનો જૂથ આ બંગલામાં પાર્ટીમાં મસ્ત હતો.
આ દરોડા દરમિયાન 4 યુવતી સહિત કુલ 7 લોકોને ઝડપી લેવાયા છે. તેમની પાસેથી કુલ 4.11 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, વિદેશી દારૂની 10 સીલ બોટલ અને ચાર ખાલી બોટલ મળીને અંદાજે ₹1.84 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ કેસમાં પોલીસે એનડીપીએસ ઍક્ટ તથા દારૂબંધી કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે કે ડ્રગ્સ ક્યાંથી લવાયું અને પાર્ટી માટે કોણ જવાબદાર હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે