પાટણ, 13 જૂન (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં પીએચડી પ્રવેશ પરીક્ષા 2025નું આયોજન 28 જૂન, 30 જૂન અને 1 જુલાઈ 2025ના રોજ કરવામાં આવ્યું છે. પરીક્ષા કુલ 9 સેશનમાં યુનિવર્સિટી કેમ્પસના કમ્પ્યુટર સાયન્સ ભવનમાં યોજાશે.
આ પરીક્ષામાં 26 વિષયોના કુલ 1968 વિદ્યાર્થીઓ ભાગ લેશે. પીએચડી પ્રવેશ સમિતિએ તમામ આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.
વિદ્યાર્થીઓ માટે હોલ ટિકિટમાં તારીખ, સમય, સેશન અને બ્લોકની માહિતી આપવામાં આવી છે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકવામાં આવશે તથા પ્રવેશ સમિતિએ તમામ વિદ્યાર્થીઓને વેબસાઈટ પર જઈને માહિતી તપાસવાની સૂચના આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર