પોરબંદર શહેરમાં મનપા દ્વારા ડીમોલેશન શરૂ કરાયું
પોરબંદર, 14 જૂન (હિ.સ.) : પોરબંદરમા સાંઇબાબાના મંદિર નજીકના વિસ્તારમાં મનપાની જમીન પર કરવામા આવેલા દબાણો દુર કરવા માટે આજે શનિવારે ડીમોલીશનની કામગીરી કરવામા આવી હતી અને 40થી વધારે મકાનો પર બુલડોઝર ફેરવી દેવામા આવશે પાણીના વહેણને નડતરરૂપ તમામ દબાણો દુ
પોરબંદર શહેરમાં મનપા દ્વારા ડીમોલેશન શરૂ કરાયું.


પોરબંદર શહેરમાં મનપા દ્વારા ડીમોલેશન શરૂ કરાયું.


પોરબંદર શહેરમાં મનપા દ્વારા ડીમોલેશન શરૂ કરાયું.


પોરબંદર શહેરમાં મનપા દ્વારા ડીમોલેશન શરૂ કરાયું.


પોરબંદર શહેરમાં મનપા દ્વારા ડીમોલેશન શરૂ કરાયું.


પોરબંદર, 14 જૂન (હિ.સ.) : પોરબંદરમા સાંઇબાબાના મંદિર નજીકના વિસ્તારમાં મનપાની જમીન પર કરવામા આવેલા દબાણો દુર કરવા માટે આજે શનિવારે ડીમોલીશનની કામગીરી કરવામા આવી હતી અને 40થી વધારે મકાનો પર બુલડોઝર ફેરવી દેવામા આવશે પાણીના વહેણને નડતરરૂપ તમામ દબાણો દુર કરવાની કામગીરી કરવામા આવી રહી છે.પોરબંદર મહાનગરપાલિકા દ્રારા સરકારી જમીન પરની પેશકદમી દુર કરવા માટેની કામગીરી કરવામા આવી રહી છે.

શહેરના નરસંગટેકરી વિસ્તારમાં આવેલા સાંઈબાબાના મંદિર નજીક પાણીના વહેણ પરના દબાણ દુર કરવા માટે મનપા દ્રારા નોટીશ પાઠવામા આવી હતી આજે સવારથી આ વિસ્તારમા મનપાની ટીમી દ્રારા પાંચ હીટાચી મશીન અને 140થી વધારે પોલીસ કર્મીઓને સાથે રાખી અને ડીમોલીશનની કામગીરી શરૂ કરવામા આવી છે આ વિસ્તારમા 40 જેટલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવામા આવશે મનપા દ્રારા ડીમોલીશનની કામગીરી શરૂ કરવામા આવતા લોકોએ પોતાનો ઘરવખરીનો માલસમાન બહાર કાઢવાની કામગીરી કરવામા આવી હતી આજે ડીમોલીશનની કામગીરીને પગલે આ વિસ્તારના અનેક લોકો બેઘર બન્યા હતા આજ વિસ્તારમા પ્રજાપતિ સમાજની વાડીનો કેટલોક ભાગ ઉપરાંત પટેલ વિદ્યાર્થી ભવનનો કેટલોક ભાગ તોડી પાડવામા આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે રાજીવનગર વિસ્તારમાં ગત વર્ષે વરસાદી પાણીનો ભરાવો થતાં આ વિસ્તારના લોકોએ વરસાદી પાણીના નિકાલ માટે સ્થળોએ થયેલા દબાણો દુર કરવા માટે રજુઆત કરી હતી આથી પાણીના વહેણના સ્થળે થયેલ દબાણો પર આ ડીમોલીશનની કાગીમગીરી દરમ્યાન દુર કરવામા આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande