જૂનાગઢ 17 જૂન (હિ.સ.) જિલ્લામાં ૮૭- વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી તા.૧૯ જુનના રોજ યોજાનાર છે.
આ ચૂંટણીના અનુસંધાને મતદાન પુરૂ થતા સુધીનો ૪૮ કલાકનો સમય તથા મતગણતરીનો દિવસ (આખો દિવસ) એટલે કે, તા. ૨૩/૬/૨૦૨૫ના રોજ દારૂ કે તેના જેવા નશાકારક પદાર્થના વેંચાણ પર પ્રતિબંધ મુકવા સૂચનાઓ આપવામાં આવી છે. જે અન્વયે સૂચિત દિવસોને ડ્રાય ડે જાહેર કરવામાં આવેલ છે.
ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાઈ અને કોઈપણ વ્યક્તિ ચૂંટણી દરમિયાન દારૂ પી, દંગા ફસાદ કરી લોકોમાં ભયનું વાતાવરણ પેદા ન કરે તે માટે ચૂંટણી દરમિયાન દારૂ તેમજ અન્ય પ્રતિબંધીત પીણાનો ઉપયોગ ન થાય તે માટે જરૂરી પ્રતિબંધક પગલાં લેવાની જરૂર જણાય છે.જેના અનુસંધાને જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અનિલ રાણાવસિયાએ ગુજરાત નશાબંધી અધિનિયમ ૧૯૪૯ ના કાયદાની કલમ ૧૪૨ અન્વયે મળેલ સતાની રૂ એ આ ચૂંટણી દરમિયાન દારૂના લાયસન્સ હોલ્ડર સહિત કોઈપણ વ્યક્તિ પરપ્રાંતીય દારૂ કે દેશી દારૂનું કે અન્ય કોઈ પ્રતિબંધીત પીણાનુ વેચાણ કે વિતરણ કરવું નહીં.આ હુકમનું ઉલંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર સજાને પાત્ર થશે.
આ હુકમ નું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ગુજરાત નશાબંધી અધિનિયમ – ૧૯૪૯ની કલમ – ૬૫,૬૬ મુજબ સજાને પાત્ર થશે.
આ હુકમ ૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં તાત્કાલીક અસર થી તા. ૧૯/૬/૨૦૨૫ના રોજ સાંજના ૬-૦૦ કલાક સુધી (પુન મતદાન થાય તો તે દિવસે મતદાન પૂર્ણ થતા સુધી) તેમજ મત ગણતરીના દિવસ એટલે કે તા.૨૩/૬/૨૦૨૫ આખો દિવસ અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ