પોરબંદરમાં કોસ્ટ ગાર્ડ પરીવારના સભ્યો માટે, યોગ જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરાયુ
પોરબંદર, 17 જૂન (હિ.સ.)પોરબંદર ધરમપુર સ્થિત કોસ્ટગાર્ડ રેસીડેન્સી ક્વાટર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રેરણા અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સંયુક્ત ઉપક્રમે યોગ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોસ્ટ ગાર્ડ ફેમિલીના સભ્યો પણ ઉત્સાહભેર
પોરબંદરમાં કોસ્ટ ગાર્ડ પરીવારના સભ્યો માટે  યોગ જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરાયુ


પોરબંદરમાં કોસ્ટ ગાર્ડ પરીવારના સભ્યો માટે  યોગ જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરાયુ


પોરબંદરમાં કોસ્ટ ગાર્ડ પરીવારના સભ્યો માટે  યોગ જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરાયુ


પોરબંદરમાં કોસ્ટ ગાર્ડ પરીવારના સભ્યો માટે  યોગ જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરાયુ


પોરબંદર, 17 જૂન (હિ.સ.)પોરબંદર ધરમપુર સ્થિત કોસ્ટગાર્ડ રેસીડેન્સી ક્વાટર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રેરણા અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સંયુક્ત ઉપક્રમે યોગ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોસ્ટ ગાર્ડ ફેમિલીના સભ્યો પણ ઉત્સાહભેર જોડાયા હતા.

કોસ્ટ ગાર્ડ ફેમિલી માટે યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગના મહત્વ અને ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ અને વન હેલ્થ, વન વર્લ્ડ થીમ અંતર્ગત મેદસ્વિતા, લોહી દબાણ, નિદ્રાની ઉણપ, માનસિક તણાવ અને દૈનિક જીવનમાં થતી તકલીફો માટે યોગ કેવી રીતે અસરકારક બને તે બાબત પર તબીબી દૃષ્ટિકોણથી સમજૂતી આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન બાળકો, મહિલાઓ અને જવાનો દ્વારા વિવિધ યોગાસનોના પ્રદર્શન સાથે યોગના લાભો વિશે અનુભવ શેર કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત અધિકારીઓએ યોગને જીવનશૈલીના અભિન્ન અંગ તરીકે અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.ઉલ્લેખનિય છે કે, યોગ માત્ર કસરત નહિ, પણ એક સંપૂર્ણ જીવન પદ્ધતિ છે – તે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આરોગ્ય માટે અત્યંત જરૂરી બની ચુક્યો છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત યોગ બોર્ડ પોરબંદરના કોર્ડિનેટર કેતન કોટિયા સહિતના યોગ ટ્રેનર ટીમનું વિશેષ યોગદાન રહ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande