જૂનાગઢ 17 જૂન (હિ.સ.) વિસાવદરમાં મતદાન જાગૃતિ માટે એન.સી. પરમાર ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓએ મતદાન જાગૃતિ માટેનો આગવો ગરબો રજૂ કર્યો હતો. ઉપરાંત રેલી દ્વારા પણ અચૂક મતદાનનો સંદેશો પ્રસરાવ્યો હતો.
સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીશીપેશન - SVEEP અંતર્ગત વિસાવદર ખાતેની એન. સી. પરમાર ગર્લ્સ હાઇસ્કુલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગરબા ઉપરાંત મતદાન જાગૃતિ માટેનું વિદ્યાર્થીનીઓએ નાટક પણ રજૂ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ યોગ બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત મતદાનની સાથે પર્યાવરણની જાગૃતિ માટેનો સંદેશ આપતી ગ્રીન ટોપીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રાંત યુવા વિકાસ અધિકારી ઉપેન્દ્ર રાઠોડ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી દેવેન રાઠોડ સહિતના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ