પાટણ, 17 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લામાં ચોમાસાની સત્તાવાર શરૂઆત સાથે જ મંગળવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. પાટણ શહેર ઉપરાંત રાધનપુર અને સાંતલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. આજે સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન પાટણ તાલુકામાં 26 મીમી, સરસ્વતીમાં 10 મીમી, હારીજમાં 4 મીમી અને રાધનપુર તાલુકામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો.
પાટણ શહેરમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી. જોકે છેલ્લા કેટલાક દિવસોથી ગરમીથી ત્રાહીમામ પોકારતા શહેરીજનોએ વરસાદનું આગમન આનંદથી માણ્યું હતું.
આ પહેલો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર