
પાટણ, 17 જૂન (હિ.સ.) : પાટણ પ્રજાપતિ સમાજે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનની વાડી ખાતે, સમેળા માતાજીની સન્મુખ પદ્મનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ અને સમાજના ભાવિક ભક્તોની ઉપસ્થિતીમાં યોજાયો હતો, જ્યાં વિશેષ આરતી અને પૂજા કરવામાં આવી.
કાર્યક્રમમાં પાટણ પ્રજાપતિ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. સાથે જ તેમણે પરિવારજનોને આ દુઃખદ ક્ષણ સહન કરવાની શક્તિ મળે તેવી ભીની ભાવનાઓ સાથે પ્રાર્થના પણ કરી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર