પાટણ યુનિવર્સિટી PG પ્રવેશ પ્રક્રિયા 18 જૂનથી શરૂ થશે
પાટણ, 17 જૂન (હિ.સ.)પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અનુસ્નાતક (PG) અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા 18 જૂનથી શરૂ થશે. સ્નાતક અભ્યાસના પરિણામો જાહેર થયા બાદ હવે વિદ્યાર્થીઓ GCAS પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અગાઉ ઉત્તર ગુજરાત યુનિ
પાટણ યુનિવર્સિટી PG પ્રવેશ પ્રક્રિયા 18 જૂનથી શરૂ થશે


પાટણ, 17 જૂન (હિ.સ.)પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અનુસ્નાતક (PG) અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા 18 જૂનથી શરૂ થશે. સ્નાતક અભ્યાસના પરિણામો જાહેર થયા બાદ હવે વિદ્યાર્થીઓ GCAS પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

અગાઉ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન PG કોલેજોમાં GCAS પોર્ટલ પર માત્ર રજિસ્ટ્રેશન જ શક્ય હતું અને કોલેજ પસંદગી માટે ચોઇસ ફિલિંગની સુવિધા ઉપલબ્ધ નહોતી. બીજી યુનિવર્સિટીઓમાં પ્રવેશ શરૂ થઇ જતાં વિદ્યાર્થીઓમાં અવ્યવસ્થા અને મૂંઝવણનો માહોલ હતો.

હવે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીએ સંલગ્ન PG કોલેજોમાં બેઠકો ફાળવી દીધી છે અને ટૂંક સમયમાં GCAS પોર્ટલ દ્વારા સંપૂર્ણ પ્રવેશ કાર્યક્રમ જાહેર થશે. વિદ્યાર્થીઓ વધુ માહિતી માટે પાટણ યુનિવર્સિટીની અધિકૃત વેબસાઈટ પર મુલાકાત લઈ શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande