વિદેશ લઈ જવાની લાલચ આપી પોરબંદરના 24 યુવાનો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી
પોરબંદર, 19 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લાના 24 યુવાનો ને વિદેશ મોકલી આપવાની લાલચ આપી બે શખ્સોએ કુલ 98 લાખ રૂપિયા પડાવી લીધા હતા. 20 લાખ જેવી રકમ યુવાનોને પરત આપી હતી. બાકી રહેલા 78 લાખ રૂપિયા પરત નહીં આપતા એક મહિલા અને યુવક વિરુદ્ધ ઉદ્યોગ નગર પોલીસ સ્
વિદેશ લઈ જવાની લાલચ આપી પોરબંદરના 24 યુવાનો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી


પોરબંદર, 19 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લાના 24 યુવાનો ને વિદેશ મોકલી આપવાની લાલચ આપી બે શખ્સોએ કુલ 98 લાખ રૂપિયા પડાવી લીધા હતા. 20 લાખ જેવી રકમ યુવાનોને પરત આપી હતી. બાકી રહેલા 78 લાખ રૂપિયા પરત નહીં આપતા એક મહિલા અને યુવક વિરુદ્ધ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન ખાતે છેતરપીંડીનો ગુન્હો નોંધાવ્યો છે.

પોરબંદર જિલ્લામાં વિદેશ જવાની ઘેલછામાં 24 જેટલા યુવાનો સાથે બે શખ્સો એ છેતરપીંડી કરી લાખો રૂપિયા પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોરબંદર શહેરના જુબેલી વિસ્તારમાં રહેતા પ્રતાપ ભીખુભાઇ ઓડેદરાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ મુજબ બરડા પંથકના કુણવદર ગામે રહેતા રામભાઈ સાજણભાઈ ગોઢાણીયા નામના શખ્સે જામનગર ખાતે રહેતી મિતલ વિનયકુમાર સુરજેવાલા મારફત ઓસ્ટ્રીય દેશમાં ખેતી કામ માટે લઈ જવાની જાહેરાત કરતો એક વિડિઓ બહાર પાડ્યો હતો. વિડિઓના આધારે પોરબંદરના પ્રતાપ ઓડેદરા સહિત કુલ 23 લોકોને ઓસ્ટ્રીયા અને નોર્વે લઈ જવાની અને નોકરી આપવાની લાલચ આપી નોટરી સમકક્ષ સોગંધનામા કરાવી ઓનલાઈન, ગુગલ પે, ફોન પે, બેન્ક અને આગણીયા પેઢી મારફત કુલ 98,13,666 રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ યુવાનોને ઓસ્ટ્રીય અને નોર્વે નહિ મોકલતાં યુવાનો દ્વારા આ બને શખ્સો પાસે રૂપિયા પરત માગ્યા હતા.

જેમાંથી આ બને શખ્સોએ માત્ર 20 લાખ જેવી રકમ પરત કરેલ બાકી રહેલા 78 લાખ થી વધુ રકમ ની અવાર- નવાર માગણી કરેલ પરંતુ 78 લાખ રૂપિયા પરત નહીં આપતા અંતે પ્રતાપ ઓડેદરા એ મિતલ સુરજેવાલા અને રામ ગોઢાણીયા વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande