ગાંધીનગર, 19 જૂન (હિ.સ.) : દ્વારકા એસ.ઓ.જી એ, બનાવટી બોગસ બિલ બનાવીને જૂની માછીમારી બોટો ના રજીસ્ટ્રેશન મામલે કરોડોનું કોભાંડ ઝડપી પાડ્યું.
(૧) “રેહમત નફશીંગ કન્સલટીંગ” નામની ઓફીસ ધરાવતો શાફીન સબ્બર ભાઇ ભટ્ટી રહે. ઓખા, તથા
(૨) ‘રામદૂત ઝેરોક્ષ” નામની ઓફીસ ધરાવતો સુનનલ મનસુખભાઇ નનમાવત, રહે. ઓખા, નવી નગરી, તા.ઓખા માંડળ, જી.દેવભૂમી દ્વારકા
આ બન્ને આરોપીઓ અલગ અલગ માછીમારી બોટ માલીકો સાથે મળી જુની માછીમારી બોટ અથવા બીલ
વગર ખરીદાયેલ માછીમારી બોટના તથા એન્જીન ખરીદીના બનાવટી બીલો બનાવી, ખોટા સોગાંદનામાઓ ઉભા કરી
ગેરકાયદે જૂની માછીમારી બોટના નવા કોલ, લાયસન્સ કાઢી આપી કરોડોનુ કૌભાાંડ કરતા ઝડપાયા.
ત્રણ કરોડ રૂપિયાનું કોભાંડ આચરવામાં આવેલ હોઈ, કુલ 93 લોકો સામે ગુન્હો નોંધાયો.
હાલ 2 એજન્ટ તેમજ 9 માછીમારો મળીને કુલ 11 લોકોની અટકાયત કરવામાં આવી છે. સમગ્ર મામલે ઓખા મરીન પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરાઈ.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ