
ગીર સોમનાથ 20 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ સવાર થઈ રહ્યો હતો ત્યારે ખેડૂતોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, કેમકે વરસાદ ટાઈમસર થાય અને ખેડૂતો લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈતા અને મેઘરાજા મન મૂકીને વર્ષેતો હોય ત્યારે
હોય ત્યારે ધરતીપુત્રમા દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો હોય છે. ત્યારે વરસાદ એ વિરામ લેતા ધરતીપુત્રએ ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારથી વાવણીનો પૂજા વિધિ કરી અને શુભારંભ કર્યો છે. ઘરતી પુત્ર ખુશ ખુશાલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ