
પોરબંદર, 19 જૂન (હિ.સ.) : મહિયારી ગામે જાહેરમાં જુગાર રમી રહેલ ત્રણ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. લોલિસે ત્રણેય શખ્સો પાસેથી કુલ 10,480 નો મુદામાલ કબ્જે કર્યો છે.
પોરબંદર જિલ્લામાં દિવસેને દિવસે વધી રહેલા જુગારના દુષણને ડામવા પોલીસ સક્રિય બની છે. ત્યારે કુતિયાણા તાલુકાના મહિયારી ગામે મલ્કાની શેરીમાં ટાવર પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા કુતિયાણા પોલીસે રેડ કરી હતી.રેડ દરમિયાન પોલીસે ને જુગાર રહેલ 1) ભનુ મેરૂ મોઢવાડીયા 2)ભકા વસ્તા ઓડેદરા 3)રણમલ ખીમાભાઇ કુછડીયા નામના શખ્સો ઝડપાયા હતા.
પોલીસે ત્રણેય શખ્સો પાસેથી કુલ 10,480નો મુદામાલ કબ્જે કરી કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબ ગુન્હો નોંધી કયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya