અલથાણમાં જિમ ટ્રેનર યુવક સામે, બળાત્કારનો ગુનો નોંધાયો
સુરત, 2 જૂન (હિ.સ.)-શહેરના આલથાણ વિસ્તારમાં રહેતી યુવતીના ઘરે કસરત કરાવવા એક જીમ ટ્રેનર યુવક આવતો હતો. જિમ ટ્રેનર યુવકે યુવતીને લગ્નની લાલચ આપી છેલ્લા ચાર વર્ષના સમયગાળા દરમિયાન અવારનવાર શારીરિક સંબંધ બાંધી સમય પસાર કર્યો હતો. જોકે બાદમાં જીમ ટ્રેનરે
rape


સુરત, 2 જૂન (હિ.સ.)-શહેરના આલથાણ વિસ્તારમાં રહેતી યુવતીના ઘરે કસરત કરાવવા એક જીમ ટ્રેનર યુવક આવતો હતો. જિમ ટ્રેનર યુવકે યુવતીને લગ્નની લાલચ આપી છેલ્લા ચાર વર્ષના સમયગાળા દરમિયાન અવારનવાર શારીરિક સંબંધ બાંધી સમય પસાર કર્યો હતો. જોકે બાદમાં જીમ ટ્રેનરે યુવતી સાથે લગ્ન નહીં કરી તેને તરછોડી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે બળાત્કારનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે સીટી લાઈટ વિસ્તારમાં આવેલ સુર્યા કોમ્પ્લેક્સમાં રહેતો વેંકટેશ મહોતા જિમ ટ્રેનર તરીકે કામ કરે છે. શહેરના અલથાણ વિસ્તારમાં રહેતી યુવતી પોતાના ઘરે કસરત કરવા માટે જીમ ટ્રેનર વેંકટેશ મહોતાને રાખ્યો હતો. જેથી વેંકટેશ છેલ્લા ચાર વર્ષથી તેના ઘરે યુવતીને કસરત કરવા માટે થતો હતો. આ દરમિયાન વેંકટેશ મહોતાએ યુવતીને લગ્નની લાલચ આપી તેણીને શહેરના અલગ અલગ વિસ્તારમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધી સમય પસાર કર્યો હતો. છેલ્લા ચાર વર્ષના સમયગાળા દરમિયાન વેંકટેશ મહોતા યુવતી સાથે શારીરિક સંબંધો બાંધી માત્ર તેનું શોષણ કર્યું હતું. જોકે બાદમાં યુવતીએ તેને લગ્ન કરવા માટે જણાવતા બાદમાં વેંકટેશ મહોતા લગ્ન કરવાની ના પાડી દઈ તેને એલ ફેલ ગાળો આપી ઢીકા મુક્કીનો ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ ધમકી પણ આપી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વેંકટેશ મહોતા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande