પોરબંદર, 20 જૂન (હિ.સ.) રાણાવાવ તાલુકાના રાણાખીરસરા ગામે એસ.ઓ.જીની ટીમે ડીગ્રી વગરના ડોકટરને ઝડપી પાડ્યો છે.પોલીસે બોગસ ડોકટર પાસેથી દવા,ઇન્જેકસ સહિત 23 હજારથી વધુ કિંમતનો, મુદામાલ કબ્જે કરી ડોકટર વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.
પોરબંદર જિલ્લામાં અવાર-નવાર બોગસ ડોકટરને પોલીસ ઝડપી પાડે છે.ત્યારે વધુ એક ડીગ્રી વિનાના ડોકટરને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડ્યો છે.
રાણાવાવ તાલુકાના રાણાખીરસરા ગામે કોઈ પણ જાતની લાયકાત વગર ડોકટર તરીખે પ્રેક્ટિસ કરી દવાઓ આપતો હોવાની બાતમી પોરબંદર એસ.ઓ.જીને મળી હતી.બાતમીના આધારે એસ.ઓ.જીની ટીમે રાણાખીરસરા ગામે,નવાપરા સાગર સમાજ પાસે લખમનભાઈ સગરના મકાનમાં રેડ કરતા દિવ્યેશ સામતભાઈ માલમ નામનો યુવાન કોઈ પણ જાતની ડીગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી દવાઓ આપતો ઝડપી પાડ્યો હતો. પોલીસે બોગસ ડોકટર પાસેથી અલગ- અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્સ તથા મેડિકલ તપાસણીના સાધનો મળી કુલ 23,797 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી બોગસ ડોકટર સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya