પાટણ જિલ્લામાં, બોર્ડ પરીક્ષા દરમિયાન કડક નિયમો લાગુ
પાટણ, 20 જૂન (હિ.સ.) પાટણ જિલ્લામાં 23 જૂનથી 3 જુલાઈ 2025 દરમિયાન યોજાનારી HSC અને SSC બોર્ડની પરીક્ષાઓ માટે જિલ્લા મેજિસ્ટ્રેટે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ, તમામ પરીક્ષા કેન્દ્રોની અંદર તથા 200 મીટરની ત્રિજ્યામાં મોબાઇલ ફોન
પાટણ જિલ્લામાં બોર્ડ પરીક્ષા દરમિયાન કડક નિયમો લાગુ


પાટણ, 20 જૂન (હિ.સ.) પાટણ જિલ્લામાં 23 જૂનથી 3 જુલાઈ 2025 દરમિયાન યોજાનારી HSC અને SSC બોર્ડની પરીક્ષાઓ માટે જિલ્લા મેજિસ્ટ્રેટે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ, તમામ પરીક્ષા કેન્દ્રોની અંદર તથા 200 મીટરની ત્રિજ્યામાં મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, ટેબલેટ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. ઉપરાંત, પરીક્ષા કેન્દ્રના 100 મીટરની ત્રિજ્યામાં આવેલી તમામ ઝેરોક્સ દુકાનો બંધ રાખવા માટે સૂચના અપાઈ છે.

પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રની આસપાસ ચારથી વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. સાથે જ સૂત્રોચ્ચાર, સરઘસ કે રેલી કાઢવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને પાસેથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવશે.

આ જાહેરનામામાંથી જિલ્લા મેજિસ્ટ્રેટ, પરીક્ષા સમિતિના અધિકારીઓ, સુરક્ષા વ્યવસ્થામાં રોકાયેલ સ્ટાફ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તથા ફ્લાઈંગ સ્કવોડના અધિકારીઓને મુક્તિ આપવામાં આવી છે. નિયમોનો ઉદ્દેશ પરિક્ષાની પવિત્રતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande