કલેકટરના અધ્યક્ષ સ્થાને, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ.
પોરબંદર, 20 જૂન (હિ.સ.) આગામી 21 જૂન 2025 ના રોજ સવારે 5.45 કલાકે ઉજાનાર વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લામાં વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ અનુસંધાને પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વ
કલેકટરના અધ્યક્ષ સ્થાને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ.


કલેકટરના અધ્યક્ષ સ્થાને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ.


કલેકટરના અધ્યક્ષ સ્થાને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ.


પોરબંદર, 20 જૂન (હિ.સ.) આગામી 21 જૂન 2025 ના રોજ સવારે 5.45 કલાકે ઉજાનાર વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લામાં વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ અનુસંધાને પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં શહેરના વિવિધ સામાજિક સંગઠનો (NGOs)ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને વધુ સફળ અને વ્યાપક બનાવવા માટે કલેક્ટરના અધ્યક્ષ સ્થાનેથી ઉપયુક્ત સૂચનો આપવામાં આવ્યા હતા.જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીએ યોગ દિવસના કાર્યક્રમને લોકો સુધી પહોંચાડવા માટે સહયોગી સંગઠનો અને સરકારી તંત્ર વચ્ચે સંકલન અને સક્રિય ભાગીદારી પર ભાર મૂક્યો હતો તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લોકોમાં સ્થૂળતા પ્રત્યે જાગૃતિ આવે અને લોકો યોગને પોતાની દિનચર્યામાં અપનાવે તે પણ અગત્યનું છે.

ઉલ્લેખનીય છે કે, પોરબંદર વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી તા .21 જુને જિલ્લાકક્ષાનો કાર્યક્રમ સવારે 5.45 કલાકે હજૂર પેલેસ પાછળ, ચોપાટી ખાતે, પોરબંદર મહાનગરપાલિકાનો કાર્યક્રમ ડો.વિ.આર.ગોઢાણીયા મહિલા કોલેજ, પોરબંદર ખાતે, પોરબંદર તાલુકાકક્ષાનો કાર્યક્રમ શ્રી સ્વામી નારાયણ ગુરુકુળ, છાંયા ખાતે, રાણાવાવ તાલુકાકક્ષા,નગરપાલિકાકક્ષા (સંયુક્ત), સરકારી હાઈસ્કુલ, રાણાવાવ ખાતે , કુતિયાણા તાલુકા અને નગરપાલિકાકક્ષા (સંયુક્ત), ડો. આંબેડકર ભવન, કુતિયાણા ખાતે યોજાનાર છે.

આ બેઠકમાં અધિક જિલ્લા કલેક્ટર જે બી વદર,જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબત હાથલિયા,જિલ્લા રમત ગમત અધિકારી ડૉ.પ્રવિણાબેન પાંડાવદરા તેમજ પોરબંદર જિલ્લાની વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande