૧૧મા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” નિમિત્તે, ભાવનગર રેલવે ડિવિઝનના ડિવિઝનલ ઓફિસ અને સ્ટેશનો પર યોગાભ્યાસ કરવામાં આવશે
ભાવનગર 20 જૂન (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં ૨૧મી જૂન, ૨૦૨૫ (શનિવાર) ના રોજ ૧૧મો ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉજવવામાં આવશે. ભારત સરકારના આયુષ મંત્રાલય તરફથી મળેલી માર્ગદર્શિકા મુજબ, ૨૧મી જૂનના રોજ સવારે ૭.૦૦ વાગ્યાથી ભાવનગર ડિવિઝનમાં ૪૫ મિનિટનો
૧૧મા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” નિમિત્તે, ભાવનગર રેલવે ડિવિઝનના ડિવિઝનલ ઓફિસ અને સ્ટેશનો પર યોગાભ્યાસ કરવામાં આવશે


ભાવનગર 20 જૂન (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં ૨૧મી જૂન, ૨૦૨૫ (શનિવાર) ના રોજ ૧૧મો ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉજવવામાં આવશે. ભારત સરકારના આયુષ મંત્રાલય તરફથી મળેલી માર્ગદર્શિકા મુજબ, ૨૧મી જૂનના રોજ સવારે ૭.૦૦ વાગ્યાથી ભાવનગર ડિવિઝનમાં ૪૫ મિનિટનો યોગ સત્ર યોજાશે. ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ - ૨૦૨૫ ની થીમ “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ (Yoga for One Earth, One Health)” છે.

પતંજલિ યોગ સમિતિ-ભાવનગરના યોગ પ્રશિક્ષકના માર્ગદર્શન હેઠળ, ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમાર અને એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાઁશુ શર્મા, ડિવિઝનલ અધિકારીઓ, કર્મચારીઓ અને રેલવે સુરક્ષા બળના જવાનો સામૂહિક રીતે યોગાભ્યાસમાં ભાગ લેશે. કોમન યોગ પ્રોટોકોલ હેઠળ દરેકને આસનો, પ્રાણાયામ અને ધ્યાન સંબંધિત વિવિધ કસરતોની તાલીમ આપવામાં આવશે.

આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે, વેલફેર ટીમ દ્વારા યોગાભ્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ભાવનગર ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર પણ આવા યોગાભ્યાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande